• મંગળવાર, 23 જૂન, 2026

દેશલપરની વાડીમાંથી 10 હજારના આંબાની ચોરી

ભુજ, તા. 22 : દેશલપરની વાડીમાંથી આંબા (કેરી)માં ઉતારીને રાખી હતી. રૂા. 10 હજાણરના આંબાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માનકુવા પોલીસ મથકે, માંડવીના મનજીભાઈ અરજણભાઈ પટ્ટણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે દેશલપરમાં નંદલાલ પરવાડિયાની આંબાની વાડી આંબા ઉતારવા રાખી હતી. ગઈકાલે તા. 21/6ના રાત્રે વાડીમાંથી આંબા ઉતારીને રાખ્યા હતા અને ઘરે સુવા ચાલી ગયા બાદ સવારે આવતા આશરે 200 કિલો આંબા કિ. રૂા. 10 હજારની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયા છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd