• મંગળવાર, 23 જૂન, 2026

રૂદ્રમાતા પાસે ત્રણ મહિલાને ટ્રેઇલરે ટક્કર મારતા ઘાયલ

ગાંધીધામ, તા. 22 :  આજે સવારે કુનરિયાથી ત્રણ મહિલા પગેચાલીને રૂદ્રમાતા દર્શન અર્થે ગઇ હતી અને વળતી વેળાએ વાહન માટે રૂદ્રમાતા પાસે  ઊભી હતી ત્યારે ટ્રેઇલરે ટક્કર મારતા ત્રણે મહિલા ઘાયલ થઇ હતી. આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે કુનરિયાના શાંતિબેન નરશીભાઇ કેરાશિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે તે તથા તેની બહેન કંકુબેન દામજી ગાગલ તથા ભત્રીજાના પત્ની મંજુલાબેન કલ્પેશ ગાગલ કુનરિયાથી પગે ચાલીને રૂદ્રમાતાના દર્શને ગયા હતા અને પરત ઘરે આવવા બસ સ્ટેશનથી આગળ ગોલાઇ પર વાહનની રાહ જોઇને ઊભા હતા ત્યારે ટ્રેઇલર નં. જી.જે. 12 બી.વી. 7411 વાળાએ ટક્કર મારતા ત્રણે ઘાયલ થઇ હતી. ફરિયાદી તથા મંજુલાબેનને ઓછીવતી અને ટાંકા સહિતની ઇજા થઇ છે. જ્યારે કંકુબેનને હેમરેજ જેવી ઇજા થઇ હોવાનું  ફરિયાદમાં લખાવાયું છે.

Panchang

dd