• મંગળવાર, 23 જૂન, 2026

લોરિયાનાં ખેતરમાં જુગાર રમતા પાંચ પકડાયા : ત્રણ નાસ્યા

ભુજ, તા. 22 : તાલુકાના લોરિયાનાં ખેતરમાં ગઇકાલે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ખેલીને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ જુગારી નાસવામાં સફળ રહ્યા હતા. ગઇકાલે સાંજે માધાપર પોલીસે બાતમીના આધારે લોરિયામાં નારણજી ખેતાજી જાડેજાનાં ખેતરમાં દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા ચનુભા ખેતાજી જાડેજા, મહેન્દ્રસિંહ શિવુભા જાડેજા, ઇસ્માઇલ હુશેન હજામ, મેરામણસિંહ શિવુભા જાડેજા અને કિશોરસિંહ ચનુભા સોઢા (રહે. તમામ લોરિયા)ને ઝડપી લીધા હતા, જ્યારે પોલીસને જોઇને નારણજી ખેતાજી જાડેજા, દેવજી વાલા મહેશ્વરી અને અયુબ મામદ ધોધા (રહે. ત્રણે લોરિયા) નાસી છૂટયા હતા. દરોડા દરમ્યાન પોલીસે રોકડ રૂા. 14,700, બે મોટરસાઇકલ અને એક ઇલેક્ટ્રિક મોપેડ કિં. રૂા. 55,000 એમ કુલ રૂા. 69,700નો મુદ્દામાલ કબજે લઇ આઠે વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

Panchang

dd