• મંગળવાર, 23 જૂન, 2026

ગાંધીધામમાં ઓફિસમાં ઘૂસી ગાળાગાળી-તોડફોડ

ગાંધીધામ, તા. 22 : શહેરના બેન્કિંગ સર્કલમાં આવેલી એક ઓફિસમાં ઘૂસી પાંચ શખ્સોએ તોડફોડ કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના બેન્કિંગ સર્કલમાં સેક્ટર-9, પ્લોટ નંબર 16, ઓફિસ નંબર 213માં ઓફિસ ધરાવતા વિનોદ હરજી જોધાણીએ બનાવ અંગે ફરિયાદ કરી હતી. સૂરજબારી બાજુ પ્રિસા ઇમ્પેક્ષ નામનું મીઠાનું કારખાનું ચલાવતા આ ફરિયાદીની ઓફિસમાં શંભુ કારા ડાંગરના કાકાનો દીકરો બોલું છું નાકરણ એ જે પહેલાં તમારી ઓફિસમાં કામ કરતો જે બીજી કંપનીઓના બિલ ફોર્મેટ રાખતો તે બિલનું ફોર્મેટ આપો તેવું વારંવાર ફરિયાદીને ફોન કર્યા હતા. બાદમાં આરોપી તેમની ઓફિસમાં આવી મહિલાકર્મી સાથે ગાળાગાળી કરી કોમ્પ્યુટરમાં તોડફોડ કરી હતી. શંભુ ચોપડવા ગામની અઢી કરોડની મીઠાચોરીના કેસમાં સંડોવાયેલો હોઇ તેના કહેવાથી કનકસિંહ ઉર્ફે કાનાહે તથા તેની સાથે અન્ય ત્રણ શખ્સોએ આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd