ઉંમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 22 : તાલુકામાં આવેલા ઝાલુના કમાળ ડેમમાં માટીનો ભરાવો થઈ ગયો હોવાથી ખાણેત્રાની જરૂર હોવાનો સૂર આ વિસ્તારના ખેડૂતોમાંથી વ્યક્ત થઈ રહ્યો છે. કચ્છમાં ખેતીને ટકાવવા સરકાર વરસાદી પાણી સંગ્રહવા અનેક પ્રયાસ કરી રહી છે. જેમાં આડ બંધ બાંધવા, તળાવો ઊંડા ઉતારવા, તેનો વિસ્તાર વધારવા, જૂના ડેમોની સુધારણા જેવા પગલા લઈ રહી છે. ત્યારે નખત્રાણા તાલુકામાં આવેલા ઝાલુના કમાળ ડેમમાં લાંબા સમયથી થતાં માટીના ભરાવાના કારણે તેની સંગ્રહશક્તિમાં ઘટાડો થયો છે.
પ00માંથી
1પ0 એકરમાં પિયત
1975માં બનેલા આ નાની સિંચાઈના આ ડેમમાં એક સમયે પ00 એકરમાં પિયત થતી હતી. પરંતુ ડેમમાં માટીના ભરાવાના
કારણે હાલ 100થી 1પ0 એકરમાં માંડ પિયત થાય છે. ઝાલુના ઉપસરપંચ મિસરીભાઈ
જતે કચ્છમિત્રને જણાવ્યું હતું કે,
સમયાંતરે ડેમની ઊંડાઈ ઓછી થતી ઈ અને ઓગન પણ નીચે થઈ જતાં થોડા વરસાદમાંજ
આ ડેમ ઓગની જાય છે.
પાકી કેનાલ જરૂરી કોઠા જર્જરિત
ડેમ ભરાયા બાદ ચોમાસા બાદ ખેડૂતોને પિયત માટે પાણી
છોડવામાં આવે છે. એ કેનાલ હજુયે ધૂળના ઢાળિયા જેવી કાચી છે. દર વર્ષે આ કેનાલ પાછળ
લાખોનો ખર્ચ થાય છે. પણ એ જ પરિસ્થિતિ રહે છે. તંત્ર આ ત્રણ કિ.મી. પાકી બનાવે તો દર
વખતે વપરાતી લાખોની ગ્રાન્ટ બચે. તો આ કેનાલના કોઠા પણ જર્જરિત બન્યા છે. જે તે પણ
નવા બનાવવાની જરૂર હોવાનું ઉપસરપંચે જણાવ્યું હતું.
ઘર પણ ખરાબ
કમાળ ડેમનો ઘર (દરવાજા) પણ ખરાબ થઈ ગયા છે. ડેમમાં
પાણી ભરાયા બાદ લીકેજની સમસ્યા રહે છે. ગત વર્ષે આ ઘર નાખ્યા છતાં પાણી લીકેજ થાય છે.
તેથી તે રિપેર થાય તે જરૂરી છે.
ઓગન ઊંચો,
ખાણેત્રું જરૂરી
એક સમયે પ00 એકરમાં
ખરીફ પાક માટે પિયત માટે કામ આવતા આ કમાળ ડેમની ક્ષમતા વધારવા ઓગનની ઊંચાઈ વધારવી જરૂરી
છે. જેથી પાણીની સંગ્રહશક્તિ વધી શકે. તેમજ ડેમની ચોમેર પાળની ઊંચાઈ વધારી ડેમમાં ખાણેત્રું
કરવામાં આવે તો ફરી આ ડેમમાંથી વધુ એકરમાં પિયત થઈ શકે.