નવી દિલ્હી, તા. 22 : ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ
ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ફસાઈ)એ ભ્રામક દાવાઓ, લેબાલિંગ નિયમોના ઉલ્લંઘન અને ગ્રાહકોની
ફરિયાદોના પગલે 14 ફૂડ બ્રાન્ડ્સને નોટિસ
ફટકારી સ્પષ્ટતા માગી હતી અને તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.
એક મીડિયા હેવાલ મુજબ, `ઓર્ગેનિક'
તરીકે લેબલ કરાયેલા રિફાઇન્ડ લોટ અને શેરડીના રસમાં `ખાંડ ઉમેરવામાં આવી નથી' એવો દાવો કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો
હતો. આવા ભ્રામક દાવાઓ અંગે એફએસએસએઆઈ દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ કંપનીઓમાં
`પ્લક મેંગો ફ્રૂટ જ્યુસ' પેકેટમાં `કોઈ ખાંડ ઉમેરેલી નથી' એવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે,
તેના ઘટકોની યાદીની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમાં 51 ટકા કેરીનો પલ્પ અને
49 ટકા શેરડીનો રસ હતો. જ્યારે `નેચરલ પનીર'
બ્રાન્ડે તેના પેકાજિંગ પર `નેચરલ પનીર' નામનો
ઉપયોગ કર્યો હતો. ફસાઈને આ નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ,
2018ના શેડ્યૂલ `વી'માં નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કરતું
જણાયું હતું. માસ્ટરચો ફૂડ્સ - રામેન નૂડલ્સ કંપની તેના ઉત્પાદન પેકાજિંગ પર `100 ટકા કુદરતી'
અને `તાજા બનાવેલા' જેવા શબ્દોનો ઉપયોગ કરતી હતી,
તો તેને `ઉચ્ચ-ગુણવત્તાવાળા
ઓર્ગેનિક લોટ'માંથી બનાવવામાં
આવેલું તરીકે માર્કાટિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ઘટકોની
યાદીમાં `પ્રીમિયમ ગુણવત્તાવાળા
સફેદ લોટ' (મેંદા)નો ઉપયોગ જાહેર કરવામાં આવ્યો
હતો. સફોલા ટોટલ હાર્ટ પ્રો કાકિંગ ઓઇલની જાહેરાતોમાં અને પેકાજિંગ પર `હાર્ટ પ્રો'
જેવા શબ્દો અને દ્રશ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પરવાનગી વિના હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદા સૂચવે છે. નેક્સા ઇન્ડસ્ટ્રીઝ
- આલ્કલાઇન ન્યુટ્રિઅન્ટ વોટરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ `આલ્કલાઇન ન્યુટ્રિઅન્ટ વોટર' તરીકે નિયુક્ત કોઈપણ બ્રાન્ડ નામ અથવા
શ્રેણી પ્રમાણિત નથી. નિયમનકારી સંસ્થાએ `િહમાલયન ઓર્ગેનિક્સ કોરિયન જિનસેંગ'
`ઊર્જા અને પ્રદર્શન'ને સમર્થન આપે છે તે દાવાને ગેરમાર્ગે દોરનારો માન્યો હતો.
સોશિયલ મીડિયા પર સ્વચ્છતાના ધોરણો અંગે ફરિયાદ બાદ એફએસએસએઆઈએ બિકાનેરવાલાને નોટિસ
ફટકારી હતી. તે ઉપરાંત પરમ ડેરી લિમિટેડ દ્વારા આઈઆરસીટીસી કેટારિંગ સેવાઓમાં પૂરા
પાડવામાં આવતા દહીં અને રબડી જેવા ઉત્પાદનોમાં ફૂગના વિકાસ અંગે ગ્રાહકોની ફરિયાદો
બાદ કંપની તપાસના દાયરામાં આવી છે.