• મંગળવાર, 23 જૂન, 2026

અફઘાનમાં 5.2નો શક્તિશાળી ભૂકંપ

કાબુલ, તા. 22 : ચાર વર્ષ પહેલાં પણ 22મી જૂનના દિવસે જ આવેલા વિનાશક ભૂકંપની યાદ અપાવતી ઘટનામાં સોમવારે 5.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી અફઘાનિસ્તાનની ધરતી ધ્રૂજી ઊઠી હતી. જો કે, આ વખતે સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થયાના અહેવાલ તરત મળ્યા નહોતા. અફઘાનના પૂર્વ પડખાંમાં સ્થિત હિન્દુકુશ ક્ષેત્રમાં આજે 5.2ની તીવ્રતાવાળા ભૂકંપનાં કંપનોથી ધરા ધણઘણી ઊઠી હતી. આ વખતે ભૂકંપની ઊંડાઈ ઘણી વધુ હોવાથી જમીનની સપાટ પર નુકસાન સીમિત રહ્યું હતું. ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે લગભગ બે અને બાવન મિનિટે આવ્યો હતો. અમેરિકી ભૂસ્તરીય સર્વેક્ષણ સંસ્થાનના જણાવ્યાનુસાર 207 કિલોમીટરની ઊંડાઈએથી ભૂકંપ આવ્યો હોવાથી તેના આંચકા વ્યાપક ક્ષેત્રમાં અનુભવાયા હતા. સ્થાનિક પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરાઈ હતી. હિન્દુકુશ ક્ષેત્ર દુનિયાના સૌથી સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંનું એક મનાય છે. આ વિસ્તાર ભારતીય અને યુરોશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવ ક્ષેત્રમાં સ્થિત છે. ઓગષ્ટ 2025માં તો 30 વર્ષના સૌથી ઘાતક ભૂકંપમાં 2200 જેટલા લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો 3600થી વધુ લોકો ઘાયલ થયા હતાં.

Panchang

dd