• મંગળવાર, 23 જૂન, 2026

ખાવડા આરી પાર્કમાં વિશિષ્ટ પિનકોડ સાથે પોસ્ટ ઓફિસ કાર્યરત થશે

ભુજ, તા. 22 : ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત પોસ્ટલ સર્કલે ભારતના પોસ્ટલ અને ડિજિટલ નેટવર્કના વિસ્તરણમાં એક મહત્ત્વપૂર્ણ પગલાંની જાહેરાત કરી છે. 24 જૂન, 2026થી રિન્યૂએબલ એનર્જી પાર્ક-ખાવડા ખાતે નવી પોસ્ટ ઓફિસ સત્તાવાર રીતે કાર્યરત થશે, જેને નવો વિશિષ્ટ પિનકોડ 370246 ફાળવવામાં આવ્યો છે. અગાઉ સમગ્ર ખાવડા વિસ્તાર એક જ પોસ્ટલ કોડ હેઠળ કાર્યરત હતો. 24 જૂન, 2026થી પિનકોડ 370246ની શરૂઆત કરીને, ભારતીય ટપાલ વિભાગ દ્વારા કચ્છના મોટા રણમાં આકાર લઈ રહેલા વિશાળ ગ્રીન એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક અલગ પોસ્ટલ ઓળખ ઊભી કરી છે. ભરોસાપાત્ર ફિઝિકલ નેટવર્ક અને આધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમન્વય દ્વારા આ નવું સ્થાન દેશની પશ્ચિમી સરહદ પર આવશ્યક `િફજિટલ' સેવાઓ લાવશે. આરી પાર્ક ખાવડા પોસ્ટ ઓફિસ લોજિસ્ટિકલ અને નાણાકીય હબ તરીકે સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થશે. તેમાં આ વિસ્તારના કર્મચારીઓ અને ઔદ્યોગિક વિકાસકર્તાઓની અનન્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ કાઉન્ટર્સ હશે. સ્પીડ પોસ્ટ, પાર્સલ બાકિંગ અને ડિલિવરી, પોસ્ટ ઓફિસ સાવિંગ્સ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ નવી પોસ્ટ ઓફિસ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સ્થિત એન્જિનીયારિંગ હબ, પબ્લિક-પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી અને વિશાળ વર્કફોર્સ કોલોનીઓને સીધી સેવા આપશે.

Panchang

dd