• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

વિશ્વકપમાં દરેક ક્ષણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે : રોહિત

નવી દિલ્હી, તા. 16 : આઈસીસી વનડે વિશ્વકપ શરૂ થવામા અમુક સમય બાકી રહ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મહત્ત્વપૂર્ણ આયોજનને લઈને અનિશ્ચિતતા ઉપર પ્રકાશ પાડયો છે. સાથે જ સંકેત આપ્યો છે કે વિશ્વકપ કોઈપણ જીતી શકે છે. તમામ ટીમો મજબુત છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ કહ્યું હતું કે, વિશ્વની તમામા ટીમોને પાછળ છોડવા માટે મેન ઈન બ્લુએ સર્વશ્રેષ્ઠ બનવાની જરૂરીયાત છે. 12 વર્ષના સમય બાદ ફરી એક વખત વિશ્વકપ ભારતમાં રમાઈ રહ્યો છે અને પાંચમી ઓક્ટોબરથી શરૂઆત થઈ રહી છે. રોહિત શર્માએ કહ્યું હતું કે વિશ્વકપ કોઈપણ જીતી શકે છે. તમામ ટીમો મજબુત છે અને તમામ પોતાની એ ગેમ લઈને વિશ્વકપમાં ઉતરશે. આ માટે ભારતીય ટીમે દરેક ક્ષણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે અને આ જ તેનું પોતાનું પણ લક્ષ્ય છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન સમયે એશિયા કપ રમી રહી છે અને રવિવારે શ્રીલંકા સામે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ફાઈનલમાં ટકરાશે. કોહલી અને કેએલ રાહુલના વર્તમાન પ્રદર્શનથી લાગી રહ્યું છે કે આગામી વનડે વિશ્વકપ માટે ભારતીય ટીમ પાસે સારું સંતુલન છે.

Janmadin Vishesh Purti

Panchang