• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

જીત માટે તરસતી કેકેઆરની આજે ટાઇટન્સ વિરુદ્ધ ટક્કર

અમદાવાદ, તા. 16 : સતત હારને લીધે દબાણમાં ચાલી રહેલી ટીમ કોલકતા નાઇટ રાઇડર્સનો શુક્રવારના મેચમાં ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ થશે. ત્યારે જીત માટે તરસી રહેલ કેકેઆર ટીમે ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જબરદસ્ત દેખાવ કરવો પડશે કારણ કે શુભમન ગિલની ટીમનો આ ગઢ છે અને મોટાભાગની મેચમાં અહીં વિજય પતાકા લહેરાવે છે. કેકેઆરની ઇલેવનમાં વ્યાપક ફેરફાર જોવા મળી શકે છે જ્યારે ગુજરાત ટાઇટન્સ તેનું વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખવા માંગશે. નમો સ્ટેડિયમની સપાટ વિકેટ પર ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે. કેકેઆર હાલ પોઇન્ટ ટેબલ પર તળિયે છે. કપ્તાન અજિંક્યા રહાણે અને કોચ અભિષેક નાયરના નેતૃત્વમાં ટીમની સ્પષ્ટ રણનીતિ નજરે પડતી નથી. તેને પ મેચમાં 4 હાર મળી છે. એક મેચ પંજાબ સામે વરસાદમાં ધોવાઈ હતી. તેમાં પણ તેને હાલત ખરાબ હતી. મુખ્ય બોલરોની ઇજાને લીધે પહેલાથી જ તેની બોલિંગ લાઇન અપ નબળી પડી ચૂકી છે. હવે બેટિંગ લાઇનઅપ પણ ફિકી પડી ગઇ છે. ટીમની મુખ્ય ચિંતા સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જેવા વિશ્વકક્ષાના સ્પિનર્સની નિષ્ફળતા છે.  ગુજરાત ટાઇટન્સને ઘરેલુ મેદાન જે તેનો ગઢ ગણાય છે ત્યાં આ સીઝનમાં જીત મળી નથી. અહીં તે એક મેચ રાજસ્થાન સામે રમી છે અને હારનો સામનો કર્યો છે. જીટીની બોલિંગ-બેટિંગ મજબૂત છે. કપ્તાન શુભમન ગિલ અને જોશ બટલરના સારા ફોર્મને લીધે ટીમ વધુ સંતુલિત બની છે. 

Panchang

dd