ગાંધીધામ, તા. 16 : મીઠીરોહર સીમમાં રેલવે ફાટક
નજીક માલગાડી નીચે આવી જતાં 30 વર્ષીય અજાણ્યા
યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ ભીમાસર નજીક ટ્રક પરથી પડી જતાં પ્રેમસિંહ મગેજસિંહ
(ઉ.વ. 50)નું મોત થયું હતું. મીઠીરોહર
સીમમાં ભચાઉથી ગાંધીધામ-મોડવદર ફાટક પિલ્લર નંબર 789 પાસે ગઇકાલે આ બનાવ બન્યો હતો. અહીંથી પસાર થતી કોઇ માલગાડી
નીચે આવી જતાં 30 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત
થયું હતું. આ યુવાન કોણ છે તે બહાર આવ્યું નથી, જેની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ અંજારના ભીમાસર નજીક આર્યા ફ્રેટ ટર્મિનલમાં
બનાવ બન્યો હતો. પ્રેમસિંહ નામનો આધેડ ટ્રક પરથી પડી જતાં તેમને ઇજાઓ પહોંચી હતી. સારવાર
અર્થે લઇ જવાયા બાદ ફરજ પરના તબીબે આ આધેડને મૃત જાહેર કર્યા હતા.