નવી દિલ્હી, તા.16 : ભારતની મહિલા
શતરંજ ખેલાડી આર. વૈશાલીએ ઇતિહાસ રચ્યો છે. સાઇપ્રસમાં આયોજિત ફિડે મહિલા કેન્ડિડેટસ
ચેસ ટૂર્નામેન્ટ-2026માં વૈશાલી
ચેમ્પિયન બની છે. આ સિદ્ધિ હાંસલ કરનારી તે પહેલી ભારતીય મહિલા શતરંજ ખેલાડી બની છે.
આ જીત સાથે વૈશાલી હવે ચીનની વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જૂ વેનજુન વિરુદ્ધ મહિલા વર્લ્ડ
ચેમ્પિયનશિપમાં રમવાની તક મળશે. ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વૈશાલીની આ
ઉપલબ્ધિ પર જણાવ્યું કે હવે ભારત પાસે ઓપન અને મહિલા બન્ને વિશ્વ ખિતાબના મુકાબલામાં
પ્રતિનિધિત્વ કરવા મળશે. ડી. ગુકેશ પહેલાથી જ ઓપન વર્લ્ડ ચેમ્પિયન છે. વૈશાલીએ ગઇકાલે
સફેદ મોહરાથી રમતા યુક્રેનની ખેલાડી કેટેરીના લાગ્નો સામે જીત નોંધાવી હતી. વૈશાલીએ
14માંથી 8.પ પોઇન્ટ સાથે કેન્ડિડેટ ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. વૈશાલીની
આ ઉપલબ્ધિ ભારતીય મહિલા ચેસ ક્ષેત્રે ઐતિહાસિક છે.