વોશિંગ્ટન, તા. 16 : યુદ્ધ વિરામ માટે બીજી વખતની
બેઠક પહેલા અમેરિકાએ ફરી એક વખત ઈરાનને ધમકી આપી છે. અમેરિકાએ ઈરાનને કહ્યું છે કે
જો શાંતિ સમજૂતી ફગાવવામાં આવશે ફરીથી યુદ્ધ શરૂ કરી દેવાશે. અને અમેરિકી રક્ષા મંત્રી
પીટ હેગસેથે ઈરાનને સંદેશ આપતા કહ્યું હતું કે અમેરિકાની નજર ઈરાન ઉપર છે. અમેરિકા, ઈરાનના પોર્ટની નાકાબંધી જરૂરી હશે ત્યાં સુધી
કરશે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેહરાન કોઈ સમજૂતી નહીં કરે તો ફરીથી હુમલા કરવામાં
આવશે. જો ઈરાન કોઈપણ ખોટો નિર્ણય કરશે તો તેને નાકાબંધીનો સામનો કરવો પડશે અને તેના
ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી અને ઊર્જા કેન્દ્રો ઉપર બોમ્બ ફેંકવામાં
આવશે. અમેરિકાના ટોચના સૈન્ય અધિકારી જનરલ ડેન કેને કહ્યું હતું કે નાકાબંધી ઈરાનના
પોર્ટમાં આવતા કે જતા તમામ જહાજો ઉપર લાગુ થશે. ભલે તેની રાષ્ટ્રીયતા કોઈપણ હોય. હેગસેથ
કહ્યું હતું કે, જો નાકાબંધીનું પાલન કરવામાં નહીં આવે તો બળ
પ્રયોગ કરવામાં આવશે. કેને આગળ કહ્યું હતું કે અત્યારસુધીમાં 13 જહાજોએ સમજદારી બતાવતા પરત
ફરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન હેગસેથે કહ્યું હતું કે, ઈરાની સેના એવા ઉપકરણોને બહાર લાવવા માટે છે
જેને ઈરાને અમેરિકા અને ઈઝરાયલના હુમલા દરમિયાન છુપાવી દીધા હતા. ઈરાની નેતાઓને સીધા
સંબોધિત કરતા કહ્યું હતું કે, અમેરિકાને ખ્યાલ છે કે સામાન ક્યાં
લઈ જવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ એડમિરલ બ્રેડ કૂપર, જે મધ્ય પૂર્વમાં તૈનાત છે તેઓએ કહ્યું હતું કે, વોશિંગ્ટન
સંઘર્ષ વિરામનો ઉપયોગ પોતાની સેનાને ફરીથી હથિયારોથી સજ્જ કરવા અને પોતાની રણનીતિમાં
બદલાવ માટે કરી રહ્યું છે.