• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

નલિયામાં સૂર્યવંશીનગરમાં ગટર લીકેજથી હાલાકી

નલિયા, તા. 16 : અબડાસા તાલુકાના આ ગામે આવેલા સૂર્યવંશીનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરલાઈન લીકેજ થતાં રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. લીકેજ થયેલા ગટરનાં પાણી ખુલ્લા પ્લોટમાં ભરાઈ જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાયું છે, જેના કારણે રહેવાસીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છેજેના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ અસહ્ય બન્યો છે અને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે સ્થાનિક રહેવાસી તરુણભાઈ ઠક્કર દ્વારા આ સમસ્યાનો વહેલી તકે નિકાલ લાવવા માટે માંગ કરાઈ હતી. 

Panchang

dd