• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

સ્કૂલ ગેમ્સ માટે ગુજરાતની અંડર-17 ટીમમાં કચ્છના ક્રિકેટરની પસંદગી

ભુજ, તા. 15 : ભુજના ખેલાડી પૂર્વ આનંદકુમાર ભટ્ટની અન્ડર-17 ગુજરાત (રાષ્ટ્રીય) ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઇ)ના નેજા હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) દ્વારા આયોજિત અમદાવાદ નિકોલ સ્પોર્ટસ ઓથોરિટી કોમ્પ્લેક્સના ઉપક્રમે ગ્રો ક્રિકેટ એકેડમી ખાતે રાજ્યના શ્રેષ્ઠ 70 ખેલાડીનો પ્રિનેશનલ કેમ્પ યોજવામા આવ્યો હતો, જેમાથી પૂર્વ કચ્છના કેડીઆરસીએ એસો. સાથે સંકળાયેલા અને ભુજની સ્પીડી એકેડમીમાં તથા સ્વ. દાદા રસિકભાઈ ભટ્ટ પાસેથી ક્રિકેટની તાલીમ મેળવનારા પૂર્વ ભટ્ટની પસંદગી થઇ હતી. અન્ડર 17માંથી કચ્છમાંથી રાજ્યકક્ષાની નેટમાં ગયેલા ખેલાડીઓમાંથી ચાલુ વર્ષે એકમાત્ર પૂર્વની જ પસંદગી થઇ છે. તે ર6મી એપ્રિલથી 1 મે દરમિયાન તેલંગાણા (ઝડચેરલા) ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેદાને ઉતરશે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા અને પૂર્વ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા રમતગમત અધિકારી મુકેશ ગોયા, કેડીઆરસીએના પ્રમુખ શેખર અયાચી, શરદ શેટ્ટી, રવિન્દ્ર આચાર્ય, અનિલ ઠકરાર તેમજ સ્પીડી એકેડમીના મુકેશ ગોર, શાલીન મહેતા અને કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યએ તેને બિરદાવ્યો હતો. 

Panchang

dd