• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

બસ્સોથી વધુ મહિલાને સાયબર ક્રાઈમ, સરકારી યોજના અંગે માહિતી અપાઈ

અંજાર, તા. 16 : કચ્છ મહિલા વિકાસ સંગઠન અને અંજાર વિકાસ અભિયાન દ્વારા અંજાર ટાઉનહોલમાં શહેરના આર્થિક નબળા વિસ્તારની મહિલાઓ સાથે અંજારમાં મહિલા સંગઠનનો પાયો નાખવામાં આવ્યો. જેમાં 200થી વધુ મહિલાઓ અને દીકરીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમના પ્રારંભે આયોજિત વિવિધ રમતોમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સરકારી વિભાગો દ્વારા મહિલા જાગૃતિ માટે સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં ઈંઈઉજ, ઉઈઙઞ, સાયબર ક્રાઇમ તથા સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું તથા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સ્થળ પર મેડીકલ ચેકઅપ પણ કરાયું હતું. ટાઉનહોલ ખાતે ખુલ્લા મંચ કાર્યક્રમમાં કચ્છ મહિલા વિકાસ સંગઠનની ટીમ અને મહિલાઓએ નાટક, ગીત અને અન્ય સર્જનાત્મક રજૂઆતો દ્વારા પોતાની પરિસ્થિતિને વ્યક્ત કરી હતી. અરુણાબેન ધોળકિયાએ કાર્યક્રમનો હેતુ, ઈતિહાસ અને સંગઠન સંદર્ભ સમજાવ્યો હતો. અલ્કાબેન જાની મહિલા સશક્તિકરણનું મહત્ત્વ સમજાવ્યું હતું. કૃપાબેન ધોળકિયા, પ્રેમભાઈ વિરાણી, જીતુભાઈ ગરવા, ભાવિનભાઈ પટેલ, મોહિતભાઈ પંડ્યા, વિજયભાઇ રાઠોડ અને યશરાજાસિંહ જાડેજા, નિરૂપમાબેન, રાજલ ગઢવી અને ચંદ્રિકાબેન, આશાબેન ચૌધરી, આરતીબેન જોષી, ડો.સાદિયાબેન વિ. માર્ગદર્શન આપ્યું હતું. સંચાલન મિનાક્ષીબેન ચૌહાણ અને ધર્મિષ્ઠા ખાંડેકા શાબ્દિક સ્વાગત કિંજલબા જાડેજા દ્વારા, જ્યારે આભારવિધિ મુસ્કાન સીદીએ કરી હતી. અંજાર વિકાસ અભિયાનની ટીમ સહયોગી  રહી હતી. 

Panchang

dd