• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

અંજારમાં છરીના ઘા મારી યુવાનની હત્યાથી ચકચાર

ગાંધીધામ, તા. 16 : અંજારના  ગંગાનાકા વિસ્તારમાં  અજાણ્યા શખ્સે  મુસ્તાક જુમા  મન્સુરી (ઉ.વ.32)નામના યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી  હતી. આ બનાવને લઈને પોલીસબેડામાં દોડધામ મચી હતી.બહાર આવેલી વિગતો અનુસાર ગંગાનાકા વિસ્તારમાં બી.એમ. પેટ્રોલપંપમાં આજે સાંજે છ  વાગ્યાના અરસામાં  હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસના સત્તાવાર સાધનોઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવાનગર વિસ્તારમાં રહેતા અને માલ પરિવહનના વાહનચાલક મુસ્તાકભાઈની આ પેટ્રોલપંપ પાસે રોજિંદી બેઠક હતી. આ યુવાન  બનાવ સ્થળે  ઊભા હતા  તે સમયે અજાણ્યા શખ્સે તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને શરીરના જુદા-જુદા બે ભાગે ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ યુવાનને સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે આંખો મીંચી લીધી હતી. હત્યાના બનાવ અંગે સ્થાનિક પોલીસે  વધુ  છાનબીન આરંભી ગુજામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે  ચક્રો ગતિમાન કરી વધુ તપાસ આરંભી છે. હાલમાં પોલીસ વિધિવત રીતે ગુનો નોંધવા સહિતની કાર્યવાહીમાં પરોવાયેલી હોવાથી  વધુ વિગતો સપાટી ઉપર આવી ન હતી.   

Panchang

dd