પ્રકાશ જહા દ્વારા : ગાંધીનગર, તા. 15 : કચ્છ, ગુજરાત-ગુજરાત સિનિયર મહિલા રગ્બી સેવન્સ ટીમમાં
આ વર્ષે કચ્છ જિલ્લાની ખેલાડીઓએ ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. ટીમનું નેતૃત્વ કચ્છની
દિકરી કેપ્ટન નમ્રતા ભુડીયા કરી રહી છે, જ્યારે કચ્છમાંથી પસંદ
થયેલી પ્રતિભાશાળી ખેલાડીઓમાં જાહ્નવી ભંડેરી, નંદિની માલીની,
ખુશી વેકરિયા અને દેવાંગી વેકરિયાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે
ટીમના મુખ્ય કોચ વેદાંત ધનાણી પણ કચ્છ જિલ્લાના છે, કચ્છના ખેલાડીઓ
અને કોચનું આ પ્રતિનિધિત્વ જિલ્લાની વધતી રમતગમત સંસ્કૃતિને દર્શાવે છે. ગુજરાત ટીમ
હાલમાં સિનિયર નેશનલ મહિલા રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ 2026 માટે રાજગીર, બિહાર તરફ રવાના થઈ છે, જે 16 અને 17 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. ટીમે 2 એપ્રિલથી 14 એપ્રિલ 2026 દરમિયાન ગાંધીનગરની ઓમ લેન્ડમાર્ક
સ્કૂલ ખાતે કઠિન પ્રેક્ટિસ કરી હતી. તેમની પાસેથી ઉત્તમ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં
આવે છે. આ ટીમનું નેતૃત્વ કેપ્ટન નમ્રતા કરી રહ્યા છે. મેનેજર તરીકે અજાબ અને ફિઝિયો
તરીકે સંસ્કૃતિ જોડાયા છે. નોંધનીય છે કે, ગુજરાતની આ જ મહિલા ટીમે તાજેતરમાં ડિસેમ્બર 2025 માં અજમેર રાજસ્થાન ખાતે યોજાયેલી
`વેસ્ટ ઝોન અસ્મિતા રગ્બી ચેમ્પિયનશીપ'માં રજત ચંદ્રક જીતીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.