• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

મુંબઇને વધુ વીજળી આપવા અદાણી એનર્જીએ શરૂ કરી 1000 મે.વો.ની લિન્ક

મુંબઈ, 16 એપ્રિલ 2026: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન (MMR)માં વીજળીના આંતરમાળખાને મજબૂત બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કુડુસ અને આરે વચ્ચે 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) ટ્રાન્સમિશન લિંક શરૂ કરી છે. ગીચ શહેરી વાતાવરણની મર્યાદાઓમાં કાર્ય કરવા સક્ષમ બનાવવાના ધ્યેયથી ડિઝાઇન કરવામાં આવેલા આ પ્રકલ્પમાં 30 કિ.મી.ની ઓવરહેડ લાઇન અને 50 કિ.મી.ના ભૂગર્ભ કોરિડોરનો સમાવેશ થાય છે, તેમાં વિશ્વનું પ્રથમ કોમ્પેક્ટ HVDC સબસ્ટેશન પણ છે.  ઓક્ટોબર 2020માં મુંબઈમાં સર્જાયેલા બ્લેકઆઉટની સ્થિતિએ મુંબઇ શહેરના વીજ પુરવઠામાં રહેલી નબળાઈઓ ઉજાગર કરી હતી. આવી સ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય તે માટે આ પ્રકલ્પમાં ગ્રીડની સ્થિતિ સ્થાપકતા અને વિશ્વસનીયતાને મજબૂત બનાવવા માટેના  વ્યાપક દબાણને લક્ષ્યમાં લેવામાં આવી છે. મુંબઈ અને મુંબઇ મેટ્રોપોલિટન રીજીઅનને શહેર બહારથી વધુ વીજળી ખેંચવા સક્ષમ બનાવવાનો ઉદ્દેશને આવરી લેતી આ લિંકના મૂળમાં અન્ય પ્રદેશોમાં ઉત્પન્ન થતી નવીનીકરણીય ઉર્જા લાવવાની બાબતનો સમાવેશ થાય છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સીઈઓ કંદર્પ પટેલે જણાવ્યું હતું કે આરે-કુડુસ ટ્રાન્સમિશન લાઇન કાર્યાન્વિત થતાં મુંબઈને  હવે અત્યાર સુધીના સૌથી ઝડપી HVDC  પ્રોજેક્ટ્સમાંનો એક ઉચ્ચ વિશ્વસનીયતા સાથે મોટા પાયે નવીનીકરણીય ઊર્જાને સંકલિત કરવા સક્ષમ એક આધુનિક પાવર કોરિડોર ઉપલબ્ધ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે અદ્યતન VSC- આધારિત HVDC  ટેકનોલોજી દ્વારા સંચાલિત આ પ્રકલ્પ ગ્રીડની સ્થિરતા વધારી હાલના નેટવર્કમાં ભીડ ઘટાડે છે અને શહેરની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે. 

Panchang

dd