ભુજ, તા. 19 : રોમાંચક
તબક્કે પહોંચેલી કચ્છ ક્રિકેટ એસોસીએશન સંચાલિત કચ્છમિત્ર - એન્કરવાલા કપ 2025 ક્રિકેટ સ્પર્ધામાં રામકૃષ્ણ હાઈસ્કૂલ માંડવીએ આગાખાન
સ્કૂલ મુંદરાને પરાજય આપી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મસ્કા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે
રમાયેલી મેચમાં ડો. કૌશિક શાહે ટોસ ઉછાળ્યો હતો, જે જીતીને આગાખાન
શાળાએ માંડવીની ટીમને બેટિંગ આપી હતી. રામકૃષ્ણ હાઈસ્કૂલે નિર્ધારિત વીસ ઓવરમાં નવ
વિકેટ ગુમાવીને 115 રન
બનાવ્યા હતા. મેન ઓફ ધ મેચ આશિષ ગઢવીએ સર્વાધિક 29, જ્યારે
અંકિત ચંદેએ 22 અને આર્યન સાંખલપુરાએ 18 રનનું યોગદાન આપ્યું હતું. મુંદરાની ટીમ વતી ફરહાદ
ખોજાએ ત્રણ અને આયુષ ખોજા તથા ફરહાન દામાણીએ 2-2 વિકેટ
ઝડપી હતી. 116નાં લક્ષ્ય સામે મુંદરાની ટીમે
ઝડપભેર વિકેટો ગુમાવતાં 14 ઓવરમાં
68 રને ઓલઆઉટ થઈ હતી અને તેનો 47 રને પરાજય થવા સાથે સ્પર્ધામાંથી બહાર થઈ હતી. ટીમ
વતી પ્રિયાંશ શુક્લાએ 19, જ્યારે
ધીરજ ગઢવીએ 14 અને આયુષ ખોજાએ 12 રન બનાવ્યા હતા. માંડવી તરફથી આશિષ ગઢવીએ તરખાટ મચાવતાં
સાત વિકેટ ખેરવી હતી. આ સિવાય નિશાંત પટ્ટાલિયા અને મેહુલ લાંબાને 1-1 વિકેટ મળી હતી. આગાખાન શાળાની ટીમના ફરહાદ ખોજાને સેકન્ડ
મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. અમ્પાયર તરીકે દીપ પેથાણી અને રીના મોતાએ સેવા આપી હતી, જ્યારે સ્કોરર તરીકે ધવલ મોતા અને
સૌમ્ય પટેલ રહ્યા હતા. આજની મેચમાં બંને શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત માવજીભાઈ પટેલ,
અંકિતભાઈ પટેલ, કીર્તિભાઈ ગોર, પ્રકાશભાઈ ગોર, ધવલભાઈ પટેલ, દર્શન
રાજગોર, કમલેન્દુભાઈ હાજર રહ્યા હતા. જયરાજ રાઠોડ, જય મોતા, હિરેન જેપારે વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન શાંતિલાલ
પટેલે કર્યું હતું.