• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

કે.સી.એ. (ભુજ) સામે કચ્છ રૂરલ પહેલા દાવની સરસાઈના આધારે વિજેતા

ભુજ, તા. 19 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા અંડર-14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની કેસીએ (ભુજ) અને કચ્છ રૂરલ એસો.ની ડીપીએસ ગ્રાઉન્ડ ગાંધીધામ ખાતે રમાયેલી બીજી લીગ મેચ ડ્રો થઈ હતી. નીલકંઠ સ્ટીલના એમડી અને ડીપીએસ સ્કૂલ ગાંધીધામના વાઈસ ચેરમેન નકુલ અયાચીના હસ્તે ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરવામાં આવી હતી. આ સમયે ડો. સુબોધ થપલિયાલ (ડીપીએસ), શરદ શેટ્ટી સેક્રેટરી કે.ડી.આર.સી.એ., લાલ નવાણી, કૈલાસ ગોહિલ, અનિલ સિંધ તેમજ જય જતિયાણી અને ડીપીએસના ગ્રાઉન્ડ સ્ટાફ, કે.સી.એ. ભુજ અડર 14 ટીમના કોચ મહેશ પંડ્યા હાજર રહ્યા હતા. કચ્છ રૂરલે કરતાં નવ વિકેટે 90 ઓવરમાં 298નો સ્કોર કર્યો હતો, જેમાં વ્યોમ અઠવાલના 87, વેદ હરસોરાના 71 અને કુનાલ ગઢવીના બાવન રન મુખ્ય હતા. ભુજ વતી અરહાન આરબ, જયદીત્યાસિંહ સોઢા અને વિશ્વરાજાસિંહ જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં દિવસના અંતે ભુજે 9 ઓવરમાં 1 વિકેટે 32 રન કર્યા હતા. બીજા દિવસે ભુજના કેપ્ટન કીર્તન કોટકે જવાબદારીભરી બાટિંગ કરતાં એક છેડો સાંચવીને સતત બીજી મેચમાં બીજી સદી લગાવી 147 રન નોટઆઉટ કર્યા હતા, જેને જયદીત્યાસિંહ સોઢા 24 રનનો સાથ મળ્યો હતો. બંને વચ્ચે 81 રનની ભાગીદારી થઈ હતી. બીજા અન્ય કોઈ બેટ્સમેન જામી ન શકતાં કચ્છ-ભુજની ટીમ 90 ઓવરમાં નવ વિકેટનાં નુકસાને 217 રન સુધી સીમિત રહી હતી. કચ્છ રૂરલ વતી ક્રિશ્વ સિંઘવીએ 7 વિકેટ લીધી હતી. દિવસના અંતમાં કચ્છ રૂરલે બીજી ઇનિંગ્સમાં 11.3 ઓવર બાટિંગ કરી 3 વિકેટના નુકસાને 62 રન કર્યા હતા. આમ કેસીએ ભુજ ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 81 રન પાછળ રહી જતાં કચ્છ રૂરલ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. કીર્તન કોટકને કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બહાદુરાસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી, રાજેન્દ્રાસિંહ જાડેજા તેમજ સિલેક્ટરો અશોક મહેતા, ગિરીશ ઝવેરી, નવલાસિંહ જાડેજા, મહિપતાસિંહ રાઠોડે બિરદાવ્યો હતો. કચ્છની ટીમ સાથે કોચ તરીકે મહેશભાઈ પંડ્યા જોડાયેલા છે.

Panchang

dd