• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

ચેક રિટર્ન કેસમા આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારતી નલિયા કોર્ટ

ગાંધીધામ, તા. 19 : અબડાસા તાલુકાના સણોસરાના રહેવાસી સાથે થયેલી છેતરપિંડીના કેસમાં નલિયા કોર્ટે આારોપીને સાદી કેદની સજા અને ચેક જેટલી રકમનું વળતર આપવા હુકમ કર્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ ફરિયાદી પરેશસિંહ બનુભા જાડેજા પાસેથી આરોપી ઓસમાણ આદમ લાંગાયે મિત્રતાના સંબંધે 47 ભેંસ ખરીદી હતી. 20.91 લાખની  રકમ પૈકી છ લાખ ચૂકવ્યા હતા અને બાકીના 14.91 લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો. બેન્કમાં ચેક નાખતાં અપૂરતાં ભંડોળનાં કારણે ચેક પરત ફર્યો હતો. આ કેસમાં નલિયાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આસીફ આબિદહુસેન ખેરાદવાલાએ પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી ઓસમાણ આદમ લાંગાયને તકસીરવાન ઠેરવ્યો હતો. કેદની સજા અને અને ચેકની રકમ જેટલું જ વળતર આપવા ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદી તરફે કિશોરગિરિ ગોસ્વામીએ હાજર રહી દલીલ કરી હતી.

Panchang

dd