નખત્રાણા, તા. 19 : કૃષિ
વ્યવસાય ક્ષેત્રે ધાન્ય, ફળ, શાકભાજી તેલીબિયાંનું વધુ ઉત્પાદન લેવા ખેડૂતો રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો અતિરેક ઉપયોગ કરવાના પરિણામે ખાદ્ય પદાર્થો સ્વાદરહિત અને
ઝેરીલા લાગવા માંડયા છે. જમીનની ફળદ્રુપતા ઘટી છે. તેથી પશુ પક્ષીઓ, માનવ આરોગ્ય ઉપર ભયંકર અસર થવા પામી છે. ખેતીમાં દેશી છાણયું ખાતર
ઓર્ગેનાઇઝ જૈવિક ખેતીની અનિવાર્યતા ઊભી થઈ છે. જેના કારણે પશુપાલકો દ્વારા એકત્ર
કરાયેલાં છાણિયા ખાતર ખરીદવા ખેડૂતોની માંગ વધી છે. સ્વદેશી ઉત્પાદિત ખાતરના
ઉપયોગથી વ્યક્તિગતથી સમગ્ર દેશની આર્થિક સ્થિતિ પણ સુધરશે. તેવું કૃષિ અભ્યાસ
તજજ્ઞો દ્વારા મંતવ્યો વ્યક્ત કરાયાં હતાં. મોટી વિરાણીના ખલીફા અબ્બાસ ઈસાભાઈએ
જણાવ્યું હતું કે, લગભગ આઠ દાયકાથી વડીલોપાર્જિત ગ્રામ્ય
વિસ્તારના વથાણથી સીમાડામાં દેશી ખાતર ખેડૂતોની વાડીમાં પહોંચાડવા ખાતરના ભાવ
સ્થાનિક આઠ હજાર તેમજ અન્ય પહોંચાડવા
કિલોમીટર દીઠ વધઘટ ભાવ લેવાય છે. અબ્બાસભાઈના કહેવા મુજબ છાણયું દેશી ખાતર દાડમ,
આંબા જેવી બાગાયતી ખેતી માટે બહુ માંગ છે.