ગાંધીધામ, તા. 19 : ભચાઉના
જય માતાજી ચોક પાસે પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરી વેચતા બે શખ્સને પોલીસે પકડી પાડયા
હતા. જિલ્લા કલેક્ટર દ્વારા તા. 18/11થી
16/1 સુધી ચાઇનીઝ દોરી, તુક્કલ વેચવા, રાખવા, ઉપાડવા પર
પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે. ભચાઉના જય માતાજી ચોક પાસે ઊભેલા બે શખ્સ ચાઇનીઝ દોરી
વેચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને અહીંથી આશિફ રફીક રાજા
તથા આરિફ સિધિક રોહા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસે રહેલા થેલામાં તપાસ
કરતાં ચાઇનીઝ દોરીની આઠ ફિરકી મળી આવી હતી. બંનેને પકડી પાડી ગુનો દર્જ કરવામાં આવ્યો
હતો.