• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

જમીન વિવાદને લઈને બિદડા ગ્રામ પંચાયત સામે જૈન મહિલાનાં અનશન

બિદડા (તા. માંડવી), તા. 19 : જમીન વિવાદને લઈને જૈન મહિલા નિશાબેન નીલેશ દેઢિયાને બિદડા ગ્રામ પંચાયત સામે ગાંધી ચીંધ્યા માર્ગે આમરણ અનશન પર બેસવાની ફરજ પડી છે, તો આ બાંધકામ સંઘની માલિકીની જમીન ઉપર કરાતો હોવાની જૈન સંઘના પ્રમુખ કેશવજીભાઈ મારુએ સ્પષ્ટતા કરી છે. નિશાબેનની માલિકીની જમીન જે બિદડા ગામના સર્વે નંબર 1414/બી ખુલ્લો પ્લોટ આવેલો છે, તેના ઉપર પેશકદમી કરી અને બિદડા વીશા ઓસવાળ જૈન દેરાવાસી સંઘ દ્વારા બાંધકામ કરાતાં અનેક રજૂઆતો છતાં કોઈ દાદ ન મળતાં આમરણ અનશન પર બેસવાની ફરજ પડી છે અને સત્વરે આ પ્રશ્નનો નિરાકરણ આવે તેવી તેમણે માગણી કરી છે. નિશાબેને બાંધકામની પરવાનગી રદ કરવા તેમજ પરવાનગીથી થયેલ વધુ બાંધકામ દૂર કરવા માટેની અરજી તાલુકા વિકાસ અધિકારીને  પણ કરી છેબિદડા ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારીને અનેક વખત રજૂઆતો બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો પણ તેમના દ્વારા કરવામાં આવી છે, છેલ્લા બે દિવસથી આમરણ અનશન પર બેઠેલાં નિશાબેન દેઢિયા આજે તબિયત બગડતાં તેમને ભુજ લઈ જવાયા હતા. આ બાબતે બિદડા દેરાવાસી જૈન સંઘના પ્રમુખ કેશવજીભાઈ મારુનો સંપર્ક સાધતાં તેમણે સંઘ વિરુદ્ધ થયેલા તમામ આક્ષેપોને નકારી કાઢી અને જે બાંધકામ થઈ રહ્યું છે, તે સંઘની માલિકીની જમીન છે અને 10 વર્ષ અગાઉ સંઘ દ્વારા વેચાણથી લેવામાં આવેલી છે. ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન છાભૈયાએ જણાવ્યું હતું કે, તપાસ કર્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

Panchang

dd