• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

માધાપરમાં આયોજિત સ્પર્ધાઓમાં કચ્છના ખેલાડીઓ 30 મેડલ જીત્યા

ગાંધીધામ, તા. 19 : માધાપર સર્વોદય સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે માસ્ટર એથ્લેટિક્સ એસોસીએશન ઓફ ગુજરાત તથા મેનેજમેન્ટ માસ્ટર એસોસિયેશન ઓફ કચ્છ ઇનવિઝિબલ સ્પોર્ટ એકેડેમી દ્વારા આયોજિત સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓ 30 મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં ગાંધીધામના જયદીપભાઇ પરમાર મુંદરાની રાજપ્રકાશ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમણે આ સ્પર્ધામાં પાંચ કિ.મી. વોકમાં ગોલ્ડ મેડલ અને હેમર થ્રોમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, મુકેશભાઈ શર્માએ પાંચ કિ.મી. વોકમાં અને 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યોતિ ગોહિલે 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને પાંચ કિલોમીટર રોકમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Panchang

dd