ગાંધીધામ, તા. 19 : ભુજ
એ-ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત અરજદારોના ગુમ થયેલા મુદ્દામાલને શોધી આપ્યા
હતા. આ અંગે મળતી વિગતો મુજબ અરજદારો દ્વારા અલગ-અલગ ગુમ થયેલા મુદ્દામાલ અંગે લેખિત
અને મૌખિક રજૂઆત કરાઈ હતી. પોલીસ દ્વારા સી.ઈ.આઈ.આર. પોર્ટલની મદદથી નેત્રમ અને લોકલ
કેમેરા, હ્યુમન સોર્સની મદદથી કિંમતી દસ્તાવેજ સાથેનું એક્ટિવા શોધી
આપ્યું હતું. એક બાઈક, મોબાઈલ, સેમસંગ કંપનીનો
મોબાઈલ, વીવો કંપનીનો મોબાઈલ, કિંમતી દસ્તાવેજવાળો
થેલો અરજદારને પાછા અપાવ્યા હતા.