ગાંધીધામ, તા. 19 : મહાનગરપાલિકા
દ્વારા શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આઈકોનિક માર્ગ તરીકે જેનો વિકાસ કરવાનો છે તેવા એરપોર્ટ રોડ ઉપર રહેલી
નાસ્તાની લારીઓને હટાવી લેવામાં આવી હતી. જો કે, લારીધારકોને
હોકર્સ ઝોન માટેની જોગવાઈ કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા રાજવી
ફાટકથી રિલાયન્સ સર્કલ સુધી જેટલી પણ નાસ્તાની લારીઓ હતી તે હટાવી દેવાઈ હતી. આજે બપોરે લારીધારકો રજૂઆત કરવા ગયા
હતા. નાયબ કમિશનર દ્વારા સ્વૈચ્છાએ રેકડી હટાવી લેવા અંગે કહેવાયું હતું. લારીધાકરો
કમિશનરને રૂબરૂ મળ્યા હતાં અને ફુડ ઝોન માટે
એસ.આર.સી કે દીનદયાલ પોર્ટ માટે જમીનની માગણી કરાશે તેવી ખાતરી આપી હતી. આઈકોનિક
રોડ ઉપરની 100 જેટલી રેકડી
બપોર બાદ હટાવી લેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લારીઓ હટાવવા માટે કાર્યવાહી થઈ હતી પરંતુ કોઈ નોંધપાત્ર કાર્યવાહી
થઈ શકતી નથી. આ રેકડીઓમાં વીજ તંત્રના ગેરકાયદે જોડાણ પણ અપાયા હોવાનું જાણકારોએ જણાવ્યું
હતું.