દુબઇ તા. 19 : અન્ડર-19 એશિયા
કપ વન ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં રવિવારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. આજે
રમાયેલી વરસાદગ્રસ્ત બીજી સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતનો 8 વિકેટે
શાનદાર વિજય થયો હતો. જયારે પહેલા સેમિ ફાઇનલમાં પાકિસ્તાને બાંગલાદેશને 8 વિકેટે
હાર આપી હતી. ભારત-શ્રીલંકાનો મેચ વરસાદને લીધે 20-20 ઓવરનો કરાયો હતો. 139 રનનો
વિજય લક્ષ્યાંક ભારતે 18 ઓવરમાં 12 દડા
બાકી રાખીને બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. એરોન જોર્જ 49 દડામાં
4 ચોગ્ગા
અને 1 છગ્ગાથી પ8 રને અને વિહાન મલ્હોત્રા 4પ દડામાં
4 ચોગ્ગા-2 છગ્ગાથી
61 રને
અણનમ રહ્યા હતા. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 87 દડામાં 114 રનની
વિજયી અને અતુટ ભાગીદારી થઇ હતી. આથી ભારતીય યુવા ટીમે 8 વિકેટની
શાનદાર જીત સાથે અન્ડર-19 એશિયા કપના ફાઇનલમાં જગ્યા બનાવી
હતી. કપ્તાન આયુષ મ્હાત્રે 7 અને સ્ટાર વૈભવ સૂર્યવંશી 7 રને આઉટ
થયા હતા. આ પહેલા પ્રથમ દાવ લેનાર શ્રીલંકા અન્ડર-19 ટીમના 20 ઓવરમાં
8 વિકેટે
138 રન
થયા હતા. જેમાં ચમીકા હીનાતિગાલાના 42 રન સર્વાધિક હતા. જયારે કપ્તાન
વિમત દિનસારાએ 32 રન કર્યાં હતા. 8મા ક્રમના પૂંછડિયા ખેલાડી
સેતમિકા સેનેવિરત્નેએ 30 રનનું ઝડપી યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી હેનિલ પટેલ અને કનિષ્ક ચૌહાણે 2-2 વિકેટ લીધી હતી. કિશન સિંહ, દીપેશ દેવેન્દ્ર અને
ખિલન પટેલને 1-1 વિકેટ મળી હતી.
પાકિસ્તાન-બાંગલાદેશ વચ્ચેનો સેમિ ફાઇનલ 27-27 ઓવરનો રમાયો હતો. જેમાં શ્રીલંકા
ટીમ 26.3
ઓવરમાં 121 રનમાં
ઓલઆઉટ થઇ હતી. બાદમાં પાકિસ્તાન ટીમે 63 દડા બાકી રાખીને 16.3 ઓવરમાં
2 વિકેટે
122 રન
કરી 8 વિકેટની જીત સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.