• શનિવાર, 25 ઑક્ટોબર, 2025

વર્તમાન યુગ ટેક્નોલોજીનો : વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વ સાથે દેશ પણ પ્રગતિમાં

નખત્રાણા, તા. 21 : શેઠ કે.વી. સરકારી હાઈસ્કૂલ-નખત્રાણા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 31 હાઈસ્કૂલના અલગ-અલગ પાંચ જેટલા વિભાગની વિજ્ઞાન આધારિત બાવન કૃતિમાં 104 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ-નખત્રાણા આયોજિત તાલુકા કક્ષાના માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે દીપ પ્રાગટય કરતાં જણાવ્યું હતું કે, વર્તમાન સમય વિજ્ઞાન ટેક્નોલોજી આધારિત છે. દિન-પ્રતિદિન વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વ સાથે આપણો દેશ પણ પ્રગતિ કરી રહ્યો છે. તેમણે હાઈસ્કૂલોમાં શિક્ષક ઘટની સમસ્યાને લઈને જણાવ્યું હતું કે, એ વિસ્તારની મોટાભાગની હાઇસ્કૂલોમાં એક નવા શિક્ષકની પણ નિમણૂક થઈ હોવાની સાથે આગામી દિવસોમાં વધુ શિક્ષકો મુકાશે. તાલુકા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન પટેલ, જિલ્લા શિક્ષણ વિભાગના નાસીર હુસૈન મન્સૂરી, પ્રજ્ઞાબેન પરમાર, ઘનશ્યામભાઈ નાકર, દિનેશભાઈ દેસાઈ, લાયઝન ઓફિસર અશ્વિન પી. સુથાર, મામલતદાર-નખત્રાણા રાકેશભાઈ પટેલ, લાલજીભાઈ રામાણી  સાથે નીતિનભાઈ ઠક્કર, અજિતાસિંહ ચાવડા વગેરે દ્વારા વિદ્યાર્થીઓને સન્માનપત્ર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી.  સ્વાગત કે.વી. હાઇસ્કૂલના આચાર્ય વીરેનાસિંહ ધલે કર્યું હતું. સંચાલન નિશાબેન ગઢવી અને સુનીલ જોષી દ્વારા કરાયું હતું.

Panchang

dd