ભુજ, તા. 30 : તાજેતરમાં સ્વ. શત્રુધ્ન ડાંગર
અને સ્વ. વાઘજી બત્તાને મિત્રાંજલિ આપવા તેમના યુવા મિત્રો દ્વારા ખેંગારપરમાં રવેચી ધામ પાસે આવેલ ક્રિકેટ મેદાનમાં
સુપર સિક્સ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં લોડાઇ વઈની 16 ગામોની ટીમે ભાગ લીધો હતો.
ખેંગારપર અને ઢોરી ટીમ વચ્ચે રમાયેલી ફાઇનલમાં ઢોરીની ટીમ વિજેતા થઈ હતી. સ્પર્ધાનો આરંભ દીપ પ્રાગટ્યથી લોડાઇનાં આહીર અગ્રણી
વાલજીભાઈ ભચુભાઈ બત્તા તથા મહેમાનો દ્વારા
થયો હતો. ફાઇનલ મેચનો આરંભ ટોસ ઉછાળીને તા.પં.સદસ્ય અને સ્પર્ધાના સહયોગી અનિલ શિવજીભાઈ
આહીરનાં હસ્તે કરાયો હતો. વિજેતા ટીમ તથા ફાઇનલ
મેન ઓફ ધ મેચ રામશી આહીર (ઢોરી), બેસ્ટ
બોલર રામશી આહીર (ઢોરી), બેસ્ટ બેસ્ટમેન બિપીન આહીર (ખેંગારપર), મેન ઓફ ધ સિરીઝ દિલીપ આહીર (ઢોરી)ને
હરિભાઈ ભચુભાઈ બત્તા, અનિલ શિવજીભાઇ આહીર, હરિભાઈ કરશનભાઈ ડાંગર, આર જે માતા, વાસણભાઈ પટેલના હસ્તે ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. કોમેન્ટરી નવીન ગોસ્વામી,
લક્ષ્મણ જાટીયા તથા વાલજી ડાંગર દ્વારા અપાઈ હતી..ટુર્નામેન્ટને સફળ
બનાવવા ભરત ડાંગર (બાકે) વાસુ આહીર (વંટી)
કૈલાસ બત્તા, અતુલ આહીર, વિજય સહેવાગ,
વાસણ પટેલ, રણછોડ ડાંગર (મોંગિયા) તથા લોડાઇ યુવા મિત્રો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.