ભચાઉ, તા. 2 : ભચાઉથી પાલિતાણા છ ગાઉ યાત્રા
ફાગણ ફેરીનું આયોજન દાતાઓના સહયોગથી કરાયું હતું,
જેમાં 90 જેટલા યાત્રિક
જોડાયા હતા. 15 વાર યોજાયેલી આ યાત્રામાં દાતાઓ
તરીકે બબીબેન અનોપચંદભાઈ મહેતા, રમીલાબેન
કિશોરભાઈ મહેતા અને મંજુલાબેન ધીરજલાલ મહેતાએ યોગદાન આપ્યું હતું, જેનું આયોજન મહાસુખ મોરબિયાએ કર્યું હતું. બે દિવસીય યાત્રા નાગેશ્વર તીર્થધામમાં ચોવિહાર કરી દર્શન, વંદન,
આરતી, મંગળદીવો ઉતારીને દેરાસરના ચોકમાં દાતાઓનું
સન્માન કરાયું હતું. કિશોરભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતાએ ફાગણ
ફેરી યાત્રાની મહત્તા સમજાવી હતી. યાત્રામાં શામજીભાઈ દરજી, સુરેશભાઈ
સોની, મનસુખભાઈ પ્રજાપતિ વિ. પણ જોડાયા હતા. જૈન યુવક મંડળના
પ્રમુખ ધર્મેશ મહેતા, મંત્રી ભદ્રીક મગવાણી, સહમંત્રી અરવિંદ મહેતા સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ, કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. યાત્રિકોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.