શિલોંગ, તા. 19 : આજે અહીં રમાયેલી ફૂટબોલ મૈત્રી
મેચમાં ભારતીય ટીમે માલદીવ્સ સામે 3-0થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે જ ટીમે 2023થી મળી રહેલી 12 હારના સિલસિલાને પણ તોડયો હતો.
રાહુલ ભેકેએ 35મી મિનિટમાં ભારતને લીડ અપાવી હતી, જ્યારે લિસ્ટન કોલાકોએ 66મી મિનિટમાં ભારતની લીડને 2-0 કરી હતી. ગયાં વર્ષે મે મહિનામાં
નિવૃત્તિ લીધા બાદ રાષ્ટ્રીય ટીમમાં પરત ફરેલા 40 વર્ષીય છેત્રીએ 77મી મિનિટમાં હેડરથી ભારત માટે ત્રીજા અજેય ગોલ સાથે પોતાનો 95મો આંતરરાષ્ટ્રીય ગોલ કર્યો હતો. તેણે 286 દિવસ બાદ પોતાની 152મી મેચ સાથે વાપસી કરી હતી.