નવી દિલ્હી, તા.17: દક્ષિણ
આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ફાક ડૂ પ્લેસિસ આઇપીએલ-202પ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ
ટીમમાં વાઇસ કેપ્ટનની જવાબદારી સંભાળશે. દિલ્હી કેપિટલ્સે બે દિવસ પહેલા જ ભારતીય
સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલને નવો કેપ્ટન જાહેર કર્યો છે. ફાક ડૂ પ્લેસિસ 2024 સીઝનના
અંત સુધી આરસીબીનો કેપ્ટન હતો,
પણ 40 વર્ષીય આ આફ્રિકી બેટરને મેગા
ઓકશન અગાઉ ટીમે રીલિઝ કરી દીધો હતો. તેણે આરસીબીની ત્રણ સીઝન કપ્તાની કરી હતી. 2022 અને 2024માં
ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. જો કે આરસીબીનો 17 વર્ષથી ખિતાબનો દુકાળ સમાપ્ત થયો
નથી. ફાક ડૂ પ્લેસિસે આઇપીએલમાં 14પ મેચમાં 3પ.99 રનની
સરેરાશથી અને 136.37ની સ્ટ્રાઇક રેટથી 4પ71 રન
બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સ ફ્રેંચાઇઝીએ મેગા ઓકશનમાં પ્લેસિસને બે કરોડની બેઝ
પ્રાઇસથી ખરીદ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સ ટીમ પણ હજુ સુધી આઇપીએલ ટ્રોફી જીતી શકી
નથી. પાછલી સીઝનમાં તેનો કપ્તાન ઋષભ પંત હતો. તે હવે લખનઉ સુપર જાયન્ટસ ટીમનો નવો
સુકાની બન્યો છે.