ગાંધીધામ, તા. 17 : અહીંની ટ્રાન્સપોર્ટ પેઢીની
ટ્રેઇલરની નંબરપ્લેટ લગાવી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં રૂા. 47,720નો ટોલ ટેક્સ કપાવી અને રાજસ્થાન ટ્રાન્સપોર્ટ વિભાગના ત્રણ
ચલણ આવતાં બનાવ અંગે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રાચી હેન્ડલિંગ
નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા ફરિયાદી લલિત કિશન નાથાણીએ 2024માં ટ્રેઇલર નંબર જી.જે. 39 ટી.એ. 4300વાળું ખરીદ્યું હતું. બાદમાં
આ વાહન મુંદરા હોય, સામખિયાળી,
મોરબી, અમદાવાદ વગેરે જગ્યાએ હોવા છતાં આ વાહનના
નંબરથી રાજસ્થાનના દેશનોલ, દાદલ, જેતપુર,
નોરંગદેસર, સાંગરિયા ટોલનાકાથી ટેક્સ કપાતો હતો.
વાહનના ચાલકે ખોટી નંબરપ્લેટ લગાવી હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ફરિયાદીના
રૂા. 47,720 ટોલ ટેક્સના પૈસા કપાવ્યા હતા
તેમજ ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કરતા રાજસ્થાન ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી ફરિયાદીના સરનામે
ત્રણ ચલણ આવ્યાં હતાં. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.