• બુધવાર, 18 માર્ચ, 2026

સુવઈમાં કારમાંથી શરાબ ઝડપાયો : આરોપી નાસી ગયો

ગાંધીધામ, તા. 17: રાપરના સુવઈ નજીક કારમાંથી પોલીસે રૂા. 81,000નો દારૂ પકડી પાડયો હતો. જો કે કારચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો. ખેંગારપર બાજુથી સુવઈ તરફ આવતી કારમાં દારૂ હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસે ખેંગારપર નજીક કાચા રસ્તા પર વોચ ગોઠવી હતી. તેવામાં બાતમીવાળી ગાડી આવતા તેને રોકાવતા કારચાલકે ગાડી હંકારી દીધી હતી અને સુવઈના પાંજરાપોળ પાસે ગાડી રોકી આરોપી નાસી ગયો હતો. આ કારમાંથી ઓરેન્જ હિલ્લ વોડકાના 270 ક્વાર્ટરીયા કિંમત રૂા. 81,000નો દારૂ જપ્ત કરાયો હતો. કારમાંથી આર.સી. બુધ જપ્ત કરાઈ હતી, જેમાં નંબર જી.જે.12-એફ-એ-8973 તથા ગાડી માલિક આદિપુરનો ગૌરવ ગણેશ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. 

Panchang

dd