• બુધવાર, 18 માર્ચ, 2026

આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડનો 68 રને વિજય : ટી-20 શ્રેઁણી 1-1ની બરાબરી પર

હેમિલ્ટન, તા. 17 : પ્લેયર ઓફ ધ મેચ ડેવેન કોન્વેની 60 રનની આકર્ષક ઇનિંગ પછી લોકી ફરગ્યૂસન અને બેન સીયર્સની 3-3 વિકેટની મદદથી દ. આફ્રિકા વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડનો 68 રને સરળ વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. કિવિઝના 6 વિકેટે 17પ રનના જવાબમાં આફ્રિકી ટીમ 1પ.3 ઓવરમાં 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ઓપનર ડવેન કોન્વેએ 49 દડામાં પ ચોગ્ગા અને 2 છગ્ગાથી 60 રન કર્યા હતા. આઠમા નંબરના ખેલાડી જોશ કલાર્કસને 9 દડામાં ઝડપી 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કેપ્ટન મિચેલ સેંટનરે 20 અને નિક કેલીએ 21 રન કર્યા હતા. આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરને 2 વિકેટ મળી હતી. 176 રનના વિજય લક્ષ્યાંક સામે આફ્રિકા તરફથી ફકત જોર્જ લિંડેએ 12 દડામાં 3 ચોગ્ગા-3 છગ્ગાથી 33 રન કરી કિવિઝ બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. ઓપનર રૂબિન હરમને 19 રન કર્યા હતા. બાકીના બેટર નિષ્ફળ રહેતા આફ્રિકા ટીમ 107 રનમાં ઢેર થઈ ગઈ હતી. ફરગ્યુસન-સીયર્સની 3-3 વિકેટ ઉપરાંત સેંટનરે 2 વિકેટ લીધી હતી. 

Panchang

dd