• બુધવાર, 18 માર્ચ, 2026

ટેક્સ કન્સલ્ટન્ટ એસો. દ્વારા બોક્સ ક્રિકેટ યોજાઈ

ભુજ, તા. 17 : કચ્છ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસીએશન ભુજ- કરછ દ્વારા તાજેતરમાં આવકવેરા વિભાગ, સ્ટેટ અને સેન્ટ્રલ જી.એસ.ટી. તથા પબ્લિક ટ્રસ્ટ ઓફિસ અધિકારીઓ તથા સ્ટાફ સાથે એક બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પિંડોલિયાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. આવકવેરા અધિકારી સુમિત દહિયા, સ્ટેટ જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર ચેતનાસિંહ પરમાર, સેન્ટર જી.એસ.ટી. આસિસ્ટન્ટ કમિશનર અનિલકુમાર અગ્રવાલ તથા ચેરિટી કમિશનર અનિલ ગઢવીએ પોતાની ટીમ સાથે આયોજનમાં પ્રતિસાદ આપ્યો હતો. હિલગાર્ડન બોક્સ ક્રિકેટ મેદાન પર અસોસીએશનના સભ્યો વિરુદ્ધ આવકવેરા ટીમે પ્રારંભિક મેચથી શરૂઆત કરેલી હતી. ત્યારબાદ સ્ટેટ જી.એસ.ટી. અને ચેરિટી ઓફિસ સ્ટાફ દ્વારા મેચ જામી હતી. આવકવેરા વિભાગ વિરુદ્ધ સ્ટેટ જી.એસ.ટી./ચેરિટી સ્ટાફની ફાઈનલ મેચ રસાકસીભરી રહી હતી, જેમાં આવકવેરા ટીમે 138 રનનું લક્ષ્ય આપેલું હતું. આ લક્ષ્યનો પીછો કરતાં છેલ્લા બોલમાં જી.એસ.ટી. ઇન્સ્પેકટર દર્શન ગઢવીએ છગ્ગો લગાવતાં મેચ ટાઇ થઇ હતી. બન્ને ટીમ 138 રન બનાવતાં અંતે સુપર ઓવરના નિર્ણય સાથે જીએસટી/ ચેરિટી ટીમ મેદાને ઊતરી હતી, જેમાં મેન ઓફ ધ સિરીઝ શ્યામ કોઠારીએ ચાર છગ્ગા સાથે 24 રન બનાબ્યા હતા. જવાબમાં આવકવેરા ટીમમાંથી જયેશભાઈએ ટીમને વિજય અપાવ્યો હતો.  અસોસીએશનના પૂર્વ પ્રમુખ અતુલભાઈ દેસાઈ, મંત્રી પૂર્વેશ ગણાત્રા, જિતેન્દ્ર ઠક્કર, સહમંત્રી હર્ષદભાઈ મહેતા, મનસુખ ધોળુ, સહખજાનચી વિરલ ઉમરાણિયાએ સેવા આપી હતી. વિરાજ શાહ, બન્ટીભાઈ પોપટ, સમીર કંસારા સહયોગી બન્યા હતા. 

Panchang

dd