• બુધવાર, 18 માર્ચ, 2026

મોટા કાંડાગરા પંચાયતે મુંબઇમાં યોજ્યો ગ્રામ પંચાયત આપના દ્વારે કાર્યક્રમ

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 17 : ગ્રામ પંચાયત અને ગામના લોકો વચ્ચે પારસ્પરિક વિકાસકાર્યો હેતુ પ્રસ્થાપિત થતા સંબંધો ગ્રામ વિકાસ ઉપરાંત અન્ય માટે પણ પ્રેરણા રૂપ રહે છે, તેવું મોટા કાંડાગરા ગ્રામ પંચાયતના ઉપક્રમે મુંબઈ વસતા લોકો માટે  યોજાયેલા ગ્રા. પંચાયત આપના દ્વારે સમારોહને સંબોધતાં સરપંચ દેવલબેન ડાયાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજો પણ વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયા છે. તેઓની વિનંતીને માન આપી આ કેમ્પનું આયોજન કરાયું છે અને લોકોએ ઉત્સાહભેર પોતાના વેરા ભર્યા હતા. આ ઉપરાંત મૂંઝવતી સમસ્યાઓનું નિરાકરણ પણ કરાયું હતું. સરપંચ પ્રતિનિધિ ડાયાભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ગામનો સર્વાંગી વિકાસ થાય એ જ ગ્રામ પંચાયતનું મુખ્ય ધ્યેય છે અને તેમાં સહકાર આપી પ્રજાધર્મ બજાવી રહેલા નાગરિકોની ભાવનાને તેમણે બિરદાવી હતી મોટા કાંડાગરાના તલાટી હરિભાઈ, ઉપસરપંચ પ્રતિનિધિ લકીરાજ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નાનજીભાઈ, નટુભા જાડેજા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળ્યા હતા અને ટૂંક સમયમાં નિરાકરણ લાવવા ખાતરી પ્રદર્શિત કરી હતી. આયોજનમાં મોટા કાંડાગરા જૈન મહાજન સહભાગી બનીને સાથે રહી સહયોગ આપ્યો હતો. ટૂંક સમયમાં જૈન મહાજન, દાતાઓ તેમજ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં 3000 જેટલાં વૃક્ષો વવાશેની જાણકારી અપાઈ   હતી. 

Panchang

dd