નવી દિલ્હી, તા. 17 : આઇપીએલ-2026ની શરૂઆત અગાઉ રોયલ ચેલેન્જર્સ
બેંગ્લુરુ ટીમના કિંગ વિરાટ કોહલીએ ફ્રેન્ચાઇઝીની ઓલ ટાઇમ ઇલેવન પસંદ કરીને ચાહકોને
ચોંકાવી દીધા છે. કોહલીએ પસંદ કરેલી આરસીબીની ઓલ ટાઇમ ઇલેવનમાં મોહમ્મદ સિરાઝ અને જોશ
હેઝલવૂડને જગ્યા મળી નથી. વિરાટે ખુદ ઓપનિંગની જવાબદારી સંભાળે છે અને સાથીદાર તરીકે
કેરેબિયન કિંગ ક્રિસ ગેલને પસંદ કર્યો છે. તેના નામે આઇપીએલમાં સૌથી મોટી 17પ રનની ઈનિંગ્સ છે. તીંજા નંબર પર કોહલીએ
દોસ્ત એબી ડિ'વિલિયર્સને પસંદ કર્યો છે.
4 અને પ નંબર પર કેએલ રાહુલ અને વર્તમાન કપ્તાન
રજત પાટીદારને રાખ્યા છે. વિકેટકીપર અને ફિનિશર તરીકે દિનેશ કાર્તિક છે. સ્પિનર તરીકે
અનિલ કુંબલે અને યજુર્વેન્દ્ર ચહલને પસંદ કર્યાં છે. કોહલીની આરસીબી ઈલેવનમાં ઝડપી
બોલર તરીકે હર્ષલ પટેલ, મિચેલ સ્ટાર્ક
અને ડેલ સ્ટેન છે. - કોહલીની બેસ્ટ
આરસીબી ઇલેવન : ક્રિસ ગેલ, વિરાટ કોહલી, એબી ડિ'વિલિયર્સ, કેએલ રાહુલ, રજત પાટીદાર,
દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ,
અનિલ કુંબલે, મિચેલ સ્ટાર્ક, ડેલ સ્ટેન અને યજુર્વેન્દ્ર ચહલ.