• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

ધોની માટે આઇપીએલ છોડવાનો સમય : કપિલ દેવ

નવી દિલ્હી, તા.29: ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીના આઇપીએલમાં સંન્યાસને લઈને પાછલાં બે વર્ષથી ચર્ચાનો દોર ચાલી રહ્યો છે. વર્તમાન સિઝનનો ફાઇનલ મુકાબલો ધોનીનો આખરી આઇપીએલ મેચ માનવામાં આવી રહ્યો છે. જો કે માઇકલ હસ્સી અને સુરેશ રૈના જેવા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે ધોની હજુ આઇપીએલની બે-ત્રણ સીઝન રમતો જોવા મળી શકે છે. હવે આ મામલે ભારતના પૂર્વ વિશ્વ વિજેતા કપ્તાન કપિલ દેવે કહયું છે કે ધોની માટે હવે આઇપીએલ છોડવાનો સમય આવી ગયો છે.

Janmadin Vishesh Purti

Panchang