ભુજ, તા. 22 : ભુજ લોહાણા મહાજન સંચાલિત તથા ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત શેઠ રસિકલાલ કરસનદાસ કતિરા મેમોરિયલ કપ-25ની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં રખો રામ તે ટીમનો વિજય થયો હતો, જ્યારે રિદ્ધિ રાઈડર્સ ટીમ રનર્સ અપ બની હતી.મેચમાં મુખ્ય દાતા પરિવારના જીમી કતિરા તથા હરેશ કતિરા તેમજ સહયોગી દાતા મિતેશ પવાણીએ બન્ને ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ કચ્છ લોહાણા મહાજનના પ્રમુખ સુરેશ ઠક્કરે સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ટોસ ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદેએ કરાવ્યો હતો, ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કરે શુભકામનાઓ પાઠવી હતી. ભુજ લોહાણા મહાજનના મંત્રી હિતેશ ઠક્કર, ખજાનચી મૂલરાજ ઠક્કર, સહમંત્રી ડો. પ્રફુલ્લાબેન ભીંડે, સુરેશ એમ. ઠક્કર, રાજેશ ચંદન, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ અને શૌર્ય સ્ટ્રાઈકરના ઓનર મિત ઠક્કર, મેન ઓફ ધ મેચના દાતા ભરત આથા, સેકન્ડ મેન ઓફ ધ મેચ દાતા તુષાર આઇયા, જયેશ ઠક્કર, રાજેશ ચોથાણી, વિરેન પૂજારા, એલ.ઈ.ડી ક્રીનના મુખ્યદાતા જયેશ સચદે, સહયોગી દાતા હરેશ તન્ના, જિગર રાજદે, હર્ષદ ભીંડે, અમિત ચંદે, કમલ કારિયા, સહયોગી દાતાઓ ચેતન બારૂ, શ્યામ ઠક્કર, ધીરેન ઠક્કર, ગૌતમ શેઠિયા, નરેશ સોમૈયા, હર્ષદ ઠક્કર (હક્કી), યુવા મંડળના પૂર્વ પ્રમુખ જિગર કોટક, અંકિત રાયમંગિયા તથા અન્ય હોદ્દેદારો, મહેમાનો અને સૌ દાતાઓએ વિજેતા, રનર્સઅપ તથા ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સૌ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા. સૈલ પૂજારા (હોક્કો આઈસક્રીમ) તરફથી સહયોગ મળેલ હતો. ઈનામની રકમ દીકરીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. સિક્સ પર જીતેન રેલોન, નિરવ રેલોન તથા નિશાંત ઠક્કર તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી, રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશ સચદેએ બેટી પઢાવો અભિયાનમાં યોગદાન આપ્યું હતું. યુવા મંડળના પ્રમુખ નીલ સચદેની આગેવાનીમાં ઉપપ્રમુખ નમન ઠક્કર, વરૂણ ઠક્કર, હાર્દિક ઠક્કર, રાજવી ઠક્કર, વ્યોમ કારિયા યુવા મંડળની સંપૂર્ણ ટીમે જહેમત ઉઠાવી હતી.