નવી દિલ્હી,તા. 10
: ટેનિસ જગતના સૌથી સફળ ખેલાડી પૈકીના એક નોવાક જોકોવિચે એવો સનસનીખેજ દાવો કર્યો છે
કે, 2022ના ઓસ્ટ્રેલિયન ઓપન અગાઉ ઓસ્ટ્રેલિયામાં મને ઝેર આપવામાં આવ્યું હતું અને આ
પછી મને આ દેશની બહાર કરવામાં આવ્યો હતો.
24 વખતના રેકોર્ડબ્રેક ગ્રાંડસ્લેમ ખિતાબ વિજેતા 37 વર્ષીય જોકોવિચના આ ચોંકાવનારા
ખુલાસાથી ખેલ વિશ્વમાં હડકંપ મચી ગયો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, જોકોવિચે કોવિડ-19
વેક્સિન લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. આથી 2022ના ઓસ્ટ્રેલિયા ઓપન પહેલાં તેના ઓસ્ટ્રેલિયાના
વિઝા રદ થયા હતા અને દેશની બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે, એક મુલાકાતમાં જોકોવિચે કહ્યંy છે કે, મને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યા
ઊભી થઇ હતી. મને ખ્યાલ આવ્યો કે, મેલબોર્નની એ હોટેલમાં મારા ભોજનમાં ઝેર ભેળવવામાં
આવ્યું હતું, જ્યારે હું સર્બિયા પરત ફર્યો ત્યારે મને બધી ખબર પડી. મેં આ વાત કયારેય
જાહેર રૂપે બતાવી ન હતી. એ પછી મારા શરીરમાં સીસા અને પારાનું સ્તર વધી ગયું હતું.
ઓસ્ટ્રેલિયા ઓપન-202પનો પ્રારંભ રવિવારથી થવાનો છે, જેમાં જોકોવિચ રેકોર્ડ 2પમી ગ્રાંડસ્લેમ
ટાઇટલ જીત માટે ઊતરશે. તેણે કહ્યંy ઝેરની ઘટના બાદ પણ તેણે કોઇ ફરિયાદ ન કરી અને 12 મહિના પછી પરત આવી ખિતાબ
જીત્યો. તેમના દેશમાંથી મને બહાર કરવા બદલ કેટલાક ઓસ્ટ્રેલિયન લોકોએ મારી માફી માગી હતી.