શારજાહ, તા. 4 : આઇપીએલ સ્ટાર 13 વર્ષીય વૈભવ સૂર્યવંશીની અણનમ
76 રનની અને આયુષ મ્હાત્રેની અણનમ 67 રનની શાનદાર ઇનિંગ્સની મદદથી અન્ડર-19 એશિયા કપની
આજની મેચમાં યુએઇ વિરુદ્ધ 10 વિકેટે સરળ જીત મેળવીને ભારતીય યુવા ટીમે સેમિફાઇનલ પ્રવેશ
લગભગ નિશ્ચિત કરી લીધો છે. ગ્રુપ-બીમાં ભારત 3 મેચ પછી 2 જીત સાથે 4 અંક ધરાવે છે.
યુએઇ સામેના મેચમાં ભારતીય ટીમે 203 દડા બાકી રાખી 10 વિકેટે ધરખમ જીત મેળવી હતી. યુએઇ
ટીમ 44 ઓવરમાં 137 રને ઓલઆઉટ થઇ હતી. ભારતે માત્ર 16.1 ઓવરમાં વિના વિકેટે 143 રન કરી
10 વિકેટે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. ટૂર્નામેન્ટની પ્રારંભની બે મેચમાં નિષ્ફળ
રહેનાર વૈભવ સૂર્યવંશીએ 48 દડામાં 3 ચોગ્ગા, 6 છગ્ગાથી અણનમ 76 અને આયુષ મ્હાત્રેએ
પ1 દડામાં 4 ચોગ્ગા, 4 છગ્ગાથી અણનમ 67 રન કર્યા હતા. અગાઉ ભારત તરફથી યુધાજિત ગુહાએ
3 વિકેટ લીધી હતી. ચેતન શર્મા અને હાર્દિક રાજને 2-2 વિકેટ મળી હતી. યુએઇ તરફથી મોહમ્મદ
રયાને સર્વાધિક 3પ રન કર્યા હતા. અક્ષત રાયે 26 અને ઉદીશ સુરીએ 16 રન કર્યા હતા. કપ્તાન
અયાન અફઝલ ખાન પ રને આઉટ થયો હતો.