• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

દેશની પહેલી નદી જોડો યોજનાનો શિલાન્યાસ

નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીએ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં દેશની પહેલી મહત્ત્વાકાંક્ષી અને બહુઉદ્દેશીય કેન-બેતવા રાષ્ટ્રીય નદી જોડો પરિયોજનાનું શિલાયન્સ કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું હતું કે, છેલ્લું દશક, ભારતના ઈતિહાસમાં જળ સુરક્ષા અને જળ સંરક્ષણના અભૂતપૂર્વ દશકનાં રૂપમાં યાદ કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, કેન બેતવા નદી જોડો રાષ્ટ્રીય પરિયોજનાના માધ્યમથી બુંદેલખંડની તસવીર બદલી જશે. મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ઘણાં વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને શિલાયન્સનો હિસ્સો બનીને અત્યંત આનંદ થઈ રહ્યો છે. કેન બેતવા રિવર લિકિંગ પ્રોજેક્ટ મારફતે દેશમાં પહેલી વખત પરિયોજના શરૂ થઈ છે. 80ના દશકમાં આ પરિયોજનાનો પ્રસ્તાવ સામે આવ્યો હતો. જેના ઉપર હવે અમલ થઈ રહ્યો છે. જેના હેઠળ કેન નદીના વધારાના પાણીને બેતવા નદી સુધી લઈ જવા માટે કેનાલ બનાવવામાં આવશે. કેન નદીના કિનારે પહેલા એક ડેમ બનાવાશે જેનું નામ દૌધન ડેમ રહેશે. તેમાં કેન નદીનું પાણી સ્ટોર કરીને તેને બેતવા સુધી પહોંચાડવામાં આવશે. કેન નદી દેશની સૌથી સાફ નદીમાંથી એક છે. જે કટની જિલ્લાથી શરૂ થાય છે અને વિંધ્યના પહાડોમાંથી આળગ વધીને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ચિલ્લા વિસ્તારમાં યમુના નદીમાં મળે છે. જળ શક્તિ મંત્રાલય અનુસાર કેન બેતવા પરિયોજના વાર્ષિક 10.62 લાખ હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા પૂરી પાડશે. 62 લાખ લોકોને પીવાનું સાફ પાણી મળી રહેશે. આ ઉપરાંત 103 મેગા વોટ હાઇડ્રોપાવર અને 27 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાની યોજના છે. આ પ્રેજેક્ટ ઉપર 44,605 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd