ભુજ, તા. 25
: શહેર એરપોર્ટ રોડ પર મહિલા આશ્રમ પાછળ અવાવરુ જગ્યાએ પરપ્રાંતીય રાહુલ લખન મોચી પાસેથી
મોબાઇલ ઝૂંટવી લઇ ચાર આરોપીએ ઢોર માર મારી હત્યા બાદ તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી.
આ ચકચારી હત્યાના બનાવમાં મુખ્ય આરોપી નવાબ જાની નોડેએ નિયમિત જામીન મળવા અરજી કરતાં
ભુજની અધિક સેશન્સ અદાલતે જામીન મંજૂર કર્યા છે. આરોપીના એડવોકેટ કે. પી. ગઢવી, ભાવિકા
ભાનુશાલી, પ્રિયા આહીર હાજર રહ્યા હતા.