• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

પ્રવેશ વર્માના ઘરે મહિલાઓને વહેંચાયા રૂપિયા : આતિશીનો આરોપ

નવી દિલ્હી, તા. 25 : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીના આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ નેતા પ્રવેશ વર્મા ઉપર ગંભીર આરોપ મૂકતા કહ્યું છે કે ભાજપ નવી દિલ્હી વિધાનસભામાં લોકોના ચૂંટણી કાર્ડ જોઈને પૈસા વહેંચી રહ્યો છે. ભાજપના પ્રવેશ વર્મા રંગેહાથ પૈસા વહેંચતા પકડાયા છે. પ્રવેશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મારા પિતાની રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાના માધ્યમથી મેં દુ:ખી મહિલાઓને મદદ કરી છે અને અત્યારે આચારસંહિતા લાગૂ નથી.સીએમ આતિશીએ એક તસવીર જારી કરીને દાવો કર્યો હતો કે ભાજપ નેતા પ્રવેશ વર્માના સરકારી આવાસે મહિલાઓને 1100 રૂપિયા આપવામાં આવી રહ્યા હતા. આ સાથે ઈડી-સીબીઆઈને પ્રવેશ વર્માના ઘરે દરોડો પાડવાની અપીલ કરી હતી. આતિશીએ આગળ કહ્યું હતું કે ભાજપ નેતાના સરકારી આવાસની આસપાસની ઝૂંપડપટ્ટીઓમાંથી મહિલાઓને બોલાવવામાં આવી હતી અને પછી તમામને પૈસા આપવામાં આવ્યા હતા. પ્રવેશ વર્માના ઘરે કરોડો રૂપિયા રોકડ પડયા છે. ઈડી સીબીઆઈ દરોડો પાડે તો સત્ય સામે આવી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd