નવી દિલ્હી, તા.
24 : બાંગલાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હિંદુઓ પર વધતા હુમલા અંગે ભારત ઉપરાંત
અમેરિકા પણ ચિંતિત છે. લઘુમતીઓ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર જેક સુલિવને બાંગલાદેશની
વચ્ચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સાથે કરેલી ટેલિકોનિક વાતચીતમાં દરેક
ધર્મના લોકોની રક્ષા કરવા અપીલ કરતાં યુનુસે સહમતી દર્શાવી હતી. એક મીડિયા હેવાલ મુજબ,
વ્હાઈટ હાઉસે જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે, બંને નેતા વચ્ચે થયેલી વાતચીતમાં માનવ અધિકારોનું સન્માન
કરવા પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી, પછી ભલે તે કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય. આ સાથે જ વધુમાં
કહેવાયું હતું કે, સુલિવને એક સમૃદ્ધ, સ્થિર અને લોકતાંત્રિક બાંગલાદેશ માટે સામે આવનારા
પડકારોને પહોંચી વળવા અમેરિકા હંમેશાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે, સુલિવન અને યુનુસની
વાતચીતના થોડા દિવસ પહેલાં ભારતીય મૂળના અમેરિકી ડેમોક્રેટિક સાંસદ થાનેદારે બાંગલાદેશમાં
વધતા માનવ અધિકાર ઉલ્લંઘનના પગલે લઘુમતીઓ પર હુમલાઓ કરનારા પર પ્રતિબંધ લગાવાય.