• શુક્રવાર, 27 ડિસેમ્બર, 2024

નાની તુંબડીની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા છ ખેલી ઝડપાયા

ભુજ, તા. 25 : મુંદરા તાલુકાના નાની તુંબડીની સીમમાં આજે સાંજે ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા છ ખેલીને રોકડા રૂા. 11,460ના મુદ્દામાલ સાથે પ્રાગપર પોલીસે ઝડપી લીધા હતા. આજે પ્રાગપર પોલીસ પેટ્રાલિંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, નાની તુંબડીની ઉત્તરાદી સીમમાં બાવળોની ઝાડીમાં અમુક ઇસમો જુગાર રમી રહ્યા છે. આ બાતમીનાં પગલે આજે સાંજે  દરોડો પાડતાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા કરશન હમીર દનીચા, નાનજી મીઠુ મહેશ્વરી, કાસમ રમજુ જુણેજા, ઇબ્રાહીમ સુમાર જુણેજા, જીવરાજ નાગશી મહેશ્વરી (રહે. તમામ નાની તુંબડી) અને શિવજી વાલજી જોગી (રામપર વેકરા- માંડવી)ને રોકડા રૂા. 11,460ના મુદ્દામાલ સાથે ઝડપી જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કામગીરીમાં પીઆઇ હાર્દિક એસ. ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દિનેશભાઇ એમ. ધોરિયા, હે.કો. ગિરીશકુમાર એ. ચૌધરી, ઇશ્વરકુમાર સી. ચૌધરી, કોન્સ. મહેશકુમાર બી. ચૌહાણ જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd