ગાંધીધામ, તા.
25 : અંજારના
ગંગાનાકા નજીક ચાની હોટેલ ચલાવતો શખ્સ આંકડાનો જુગાર લેતાં પોલીસે તેને પકડી પાડી તેની
પાસેથી રોકડ રકમ તથા મોબાઈલ જપ્ત કર્યો હતો. અંજારના ગંગાનાકા નજીક રાંદલ ટી હાઉસના
સંચાલક જિતેન્દ્ર ઉર્ફે જીતુ જેન્તીલાલ ઠક્કર નામના શખ્સને આજે બપોરે એલસીબીએ પકડી
પાડયો હતો. આ શખ્સને તેના ગ્રાહકો વોટ્સએપનાં માધ્યમથી આંકડા લખાવતા હતા અને આ શખ્સ
ઓનલાઈન ડી.પી. બોસ સટ્ટા માર્કેટની વેબસાઈટના આંકડા જોઈ પોતાના ગ્રાહકોને જાણ કરતો
હતો. આ શખ્સને પોલીસે પકડી પાડતાં ગ્રાહકોએ લખાવેલ આંકડાની વોટ્સએપ ચેટ તેણે ક્લીયર
કરી નાખી હતી. લોકોને આંકડા રમાડતા આ શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રોકડ રૂા.
1950 તથા એક મોબાઈલ જપ્ત કર્યા હતા.